૧૧ અને ૧૨ માર્ચે વસેડી પોલીસ આર્ચરી એકેડમી ખાતે જિલ્લા કક્ષાનું બેટરી ટેસ્ટનું આયોજન.
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તથા જિલ્લા રમત વિકાસ અધિકારી ની કચેરી છોટાઉદેપુર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માં એડ્મિશન માટે છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો બેટરી ટેસ્ટ વસેડી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
જે અંતર્ગત હાલમાં ચાલુ વર્ષ અંડર ૯ અને અંડર ૧૧ છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકા કક્ષાની ૩૦ મીટર દોડ અને ૫૦ મિટર દોડ અને સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પની સ્પર્ધા ૧ થી ૮ નંબરથી ખેલ મહાકુંભ તાલુકા કક્ષા વિજેતા થયેલ ભાઇઓ અને બહેનોને જિલ્લા કક્ષા બેટરી ટેસ્ટ માટે પાત્રતા આપવામાં આવી છે. જે છોટાઉદેપુર જિલ્લાનાં જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ભાગ લેનાર અને રમતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની યાદી પ્રમાણે છે. જેમાં તારીખ ૧૧/૦૩/૨૦૨૫ બહેનો માટે અને૧૨/૦૩/૨૦૨૫ ભાઇઓનું આયોજન કરવામાં આવેલ છે એમ જિલ્લા રમત વિકાસ અધિકારી છોટાઉદેપુરની યાદીમાં જણાવ્યું છે.
બ્યુરો ચીફ અંજુમ ખત્રી છોટાઉદેપુર