MORBIMORBI CITY / TALUKO

MORBI:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના GST 2.0 ના નિર્ણયને મોરબી ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યો

MORBI:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના GST 2.0 ના નિર્ણયને મોરબી ચેમ્બર ઓફ કોમર્સે આવકાર્યો

 

 

તાજેતરમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારે જીએસટી રીફોર્મ માટેની બેઠકમાં જીએસટી સ્લેબમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે ત્યારે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જીએસટી 2.0 ના નિર્ણયને આવકારવામાં આવ્યો છે

મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ જયંતીભાઈ પટેલ અને સેક્રેટરી અમિત સચદેની અખબારી યાદીમાં જણાવ્યું છે કે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગ જગતની ચિંતાઓને સંવેદનશીલતાથી સાંભળવા અને જીએસટી ૨.૦ લાવવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પ્રગટ કરે છે

ઉદ્યોગ જગત દ્વારા રજુ કરાયેલી અનેક દરખાસ્તો અને સૂચનોને સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યા છે જે સરકારના સંવાદ પ્રત્યેના ખુલ્લાપણા અને ઉદ્યોગ સાથે વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવાની પ્રતિબધ્ધતા દર્શાવે છે જીએસટી ૨.૦ માત્ર એક તકનીકી સુધારો નથી પરંતુ એક વ્યુહાત્મક આર્થિક નિર્ણય છે જે નિશ્ચિતતા પૂરી પાડે છે અવરોધો ઘટાડે છે પ્રવાહિતતા વધારે છે અને ઉદ્યોગો તથા ગ્રાહકો બનેને સશક્ત બનાવે છે આપણે વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાત બનાવવા લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ ત્યારે આવા સુધારા આવશ્યક છે મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આ સુધારાઓનો લાભ છેવાડાના ગ્રાહકો સુધી પહોંચાડવા જીલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યવસાયકારોને વિનંતી કરીએ છીએ

Back to top button
error: Content is protected !!