BANASKANTHAGUJARATPALANPUR

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા જિલ્લાકક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ સિદસર ખાતે બે દિવસનું આયોજન કરવામાં આવેલ

6 ફેબ્રુઆરી જીતીશ જોષી પાલનપુર બનાસકાંઠા

જી.સી.ઇ. આર.ટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર દ્વારા જિલ્લાકક્ષા એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26નું સિદસર ખાતે બે દિવસનું આયોજન કરવામાં આવેલ.જેમાં ભાવનગર જિલ્લામાં થી પસંદગી પામેલા 23 ઈનોવેટિવ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા.આ ઇનોવેશન ફેસ્ટિવલમાં રાષ્ટ્રીય શૈ. સંઘ ભાવનગરના ત્રણ ઈનોવેટિવ શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતાં. જેમાં ઉમરાળા તાલુકાની શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલના શિક્ષક મનિષભાઈ વિંઝુડાએ વર્ગખંડ અસરકારક અને રસપ્રદ બનાવવા માટે પોતાનું ઇનોવેશન “શબ્દસાંકળના સથવારે સરળ વિજ્ઞાન “રજૂ કર્યું હતું. શ્રી સરસ્વતી વિધાલય, સુરનિવાસના આચાર્યશ્રી રાજેશભાઈ રાજ્યગુરુ દ્વારા AI નો શિક્ષણમાં ઉપયોગ રોબર્ટ રજૂ કર્યો હતો. શ્રી ગોઘા ઇંગ્લિશ ઘોઘાના શિક્ષકાબેન ડૉ. માનસીબેન ત્રિવેદી દ્વારા અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસની આનંદમય સફર મનોવિજ્ઞાનની કેડીએ નવતર પ્રયોગ રજૂ કર્યો હતો.અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ , ભાવનગર તેઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!