GONDALGUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Gondal: ગોંડલ ખાતે તા.૧ ઓક્ટોબરના રોજ જીલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાશે
તા.૩૦/૯/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Gondal: રાજકોટ જીલ્લા કક્ષાનો ભૂલકા મેળો તા.૧ ઓક્ટોબરના રોજ સવારે ૧૦:૩૦ કલાકે મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ગોંડલ ખાતે યોજાશે.
આઈ.સી.ડી.એસ.શાખા, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા યોજાનાર ભૂલકા મેળામાં જિલ્લાની આંગણવાડીના ભૂલકાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની સ્પર્ધા યોજાશે. આ ઉપરાંત ટીચિંગ લર્નિંગ મટીરીયલ્સ સ્પર્ધા, માતા યશોદા એર્વોડ વિતરણ ૨૦૨૧-૨૨ તથા “પોષણ ઉત્સવ” અંતર્ગત વાનગી સ્પર્ધા યોજાશે.