આગામી તહેવારો અનુલક્ષીને જીલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાત ની અધ્યક્ષતામાં જીલ્લા કક્ષાની શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ

તારીખ ૨૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પોલીસ હેડ કવાર્ટર તાલીમ કેન્દ્ર હોલ ખાતે આગામી સમયમાં આવી રહેલ પવિત્ર ઈદેમિલાદ અને ગણેશોત્સવનો તહેવાર કોમી એકતા અને ભાઇચારા સાથે શાંતિથી ઉજવણી થાય અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે જિલ્લા કક્ષાની શાંતિ સમિતિની બેઠક નવનિયુક્ત જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી જેમાં આ બેઠકમાં ગોધરા નાયબ પોલીસ અધિક્ષક સહિતના જિલ્લાના પોલીસ અધિકારીઓ સહિત સમગ્ર જિલ્લાના કાલોલ,હાલોલ, શહેરા,મોરવા હડફ અને ગોધરા શહેરમાંથી પધારેલા શાંતિ સમિતિના સૌ સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આગામી સમયમાં આવી રહેલ ઈદેમિલાદ અને ગણેશોત્સવ આ બન્ને સમાજના તહેવાર પરસ્પર કોમી એકતા, ભાઈચારા અને સામાજિક સદભાવ સાથે શાંતિથી ઉજવણી કરવા ઉપસ્થિત સૌ શાંતિ સમિતિના સભ્યો અને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોને ઉપરોક્ત અધિકારીઓ અને સમાજના અગ્રણી સામાજીક આગેવાનો એ સંબોધન સહ વિનંતી કરી હતી. અને ઈદેમિલાદ અનુલક્ષીને સાથે ગણેશોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાનાર છે જેમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મના આ બંને તહેવારો કોમી એખલાસ અને કોમી ભાઈચારાની ભાવના વચ્ચે સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને નગર ખાતે ઇદે મિલાદ નો તહેવાર અને ગણેશોત્સવ ની શોભાયાત્રા દરમિયાન કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાયેલી રહે અને કોઈપણ પ્રકારનો અનિચ્છિય બનાવ ન બને અને નગરમાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની પરિસ્થિતિની જળવાઇ રહે તેવી અપીલ બેઠકમાં ઉપસ્થિત બન્ને સમાજના લોકોને જીલ્લા પોલીસ વડા ડૉ.હરેશ દુધાત દ્વારા કરવામાં આવી હતી.






