CHHOTA UDAIPURGUJARATNASAVADI

છોટાઉદેપુર એસ.એન.પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાય

મૂકેશ પરમાર, નસવાડી

છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો એસ એન પટેલ કોલેજ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં છોટાઉદેપુરના સાંસદશ્રી જશુભાઇ રાઠવા, ધારાસભ્યશ્રી જયંતીભાઈ એસ રાઠવા તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સાધન સહાયનું હાથોહાથ વિતરણ કરવામાં આવ્યુ હતું. ૨૦૨૪-૨૫ના ગરીબ કલ્યાણ મેળામાં કુલ ૧૮૫૬ લાભાર્થીઓને ૧૦ વિભાગો દ્રારા રૂ.૩.૪૬ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મલકાબેન પટેલ અને સાંસદશ્રી જશુભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું આ વેળાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લામાં આયોજિત રાજ્યકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું.તમામ ઉપસ્થિત મહાનુભવો,અધિકારીશ્રીઓ અને લાભાર્થીઓએ સ્વચ્છતા હી સેવાના શપત લીધા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ ધામલિયા, અધિક નિવાસી કલેકટરશ્રી અને જિ. વિકાસ અધિકારીશ્રી(ઈ) શૈલેષ ગોકલાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સેજલબેન સંગાડા, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ. પૂર્વ સાંસદશ્રી નારણભાઈ રાઠવા, તા.પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન રાઠવા, જિ. પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિ.પંચાયતના સભ્યોશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!