ANANDANAND CITY / TALUKOGUJARAT

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વલાસણ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન ખુલ્લુ મુકાયું

*****

જિલ્લાના ૨૩૨ વિદ્યાર્થિઓ બે દિવસ સુધી તેમની કૃતિઓ પ્રદર્શિત કરશે

*****

આણંદ, મંગળવાર :: જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત  જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ (આણંદ), આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી, આણંદ શાસનાધિકારીશ્રીની કચેરી અને સી. સી. પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, વલ્લભવિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન – વલાસણ ખાતે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયુ હતુ.

        આણંદ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા “તકનિકી અને રમકડાં’ મુખ્ય થીમ આધારિત જિલ્લા કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામા આવ્યુ હતુ. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલાસણ ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી પ્રદર્શન શરૂ કરવામા આવ્યુ હતુ.

        સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. નિરંજન પટેલે વિદ્યાર્થીઓ અને બાળકોને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે આ પ્રદર્શનને એક અનોખો પ્રયાસ બતાવતા ભારત હંમેશાથી વિજ્ઞાનની ભૂમિ રહી છે એ આપણા ઋષી વિજ્ઞાનીઓએ આપેલી દેન છે તેમ કહી ભારતનુ વિજ્ઞાનમાં કેટલું યોગદાન રહ્યું છે તેના વિશે જાણકારી આપી હતી.

        વધુમાં શ્રી પટેલે વિજ્ઞાન એ આપણા જીવનનો એક ભાગ છે, જે આપણને આપણી અંદર રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો અવસર આપે છે. તેમ જણાવી આજે જ્યારે દેશ પરિવર્તન થકી વિકાસની તેજ ગતીએ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે સૌ વિજ્ઞાનના ભરપૂર ઉપયોગથી દેશને ઉત્તરોત્તર આગળ વધારાવામા સિંહફાળો આપી શકીએ છીએ તેમ ઉમેર્યુ હતું. તેમણે ઉપસ્થિત દરેક વિદ્યાર્થી આવતીકાલનો વિક્રમ સારાભાઈ કે અબ્દુલ કલામ બનશે તેવી આશા વ્યક્ત કરી સૌને અભિનંદન આપ્યા હતા.

        સી. સી.પટેલ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના ચેરમેન ડૉ. વિભાબેન વૈષ્ણવે પ્રાસંગિક ઉદબોધન કરતા વિજ્ઞાન એ વિશેષ જ્ઞાન છે જેના થકી આપણી જીવનશૈલીને ઉન્નત તેમજ સરળ બનાવી શકાય છે. આજથી વર્ષો પૂર્વે જેની કલ્પના પણ નહોતી કરી શકાતી એવી અઢળક શોધો થઈ જેનો શ્રેય વિજ્ઞાનને જાય છે. તેમણે વિજ્ઞાન પ્રદર્શન મેળામાં તકનીક અને રમકડા થીમ આધારિત પ્રદર્શન માટે તમામને અભિનંદન પાઠવ્યા હતા.

        જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિન્કીબેન ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કરતા દરેક વિદ્યાર્થીનુ મનોબળ વધારતા દરેક વિદ્યાર્થીને આ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે જિલ્લા કક્ષાએ જ નહી પરંતુ રાજ્યકક્ષાએ પણ જિલ્લાના વિદ્યાર્થીઓ પોતાની શાળાનુ, શિક્ષકોનું અને સમગ્ર આણંદવાસીઓનુ ગૌરવ વધારશે.

        ડાયટ પ્રાચાર્યશ્રી ગઢવીએ કાર્યક્રમની શરૂઆતમા તમામ મહાનુભાવો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોનુ સ્વાગત કરી પ્રદર્શન વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે વિજ્ઞાન સલાહકાર ઉત્પલાબેન મહેતાએ સૌને કાર્યક્રમની રૂપરેખા આપીને દિવસ દરમિયાન થનારી કામગીરીની જાણકારી આપી હતી.

        આ વિજ્ઞાન પ્રદર્શનમા કુલ ૧૧૬ રજૂ કરાયેલી કૃતિઓમાં પ્રાથમિક શાળાની કક્ષાએ ૪૦ જ્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની કક્ષાએ ૭૬ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનમાં દરેક વિભાગમાં કુલ ૩૪૮ સહભાગી શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમાવિષ્ટ થયા હતા. પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાની સૂઝબૂઝ અને માર્ગદર્શક શિક્ષકની સહાયથી એક થી એક ચઢિયાતી કૃતિઓની રજૂઆત કરી સૌ કોઇને અચંબિત કરી દીધા હતા. આ પ્રદર્શનની મુખ્ય થીમ ‘ટેકનોલોજી અને રમકડાં’  જ્યારે પેટા-થીમ્સમાં માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીમાં ઉન્નતી/નાવિન્ય, ઇકો ફ્રેન્ડલી સામગ્રી, પર્યાવરણ સંબંધિત ચિંતા, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા, પરિવહન અને નાવિન્ય, વર્તમાન નાવિન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ, આપણા માટે ગણિત જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

        આ પ્રદર્શનમાં ટીપીઈઓ સંઘના હોદ્દેદારો, બી.આર.સી.,સી.આર.સી. શિક્ષકો, આચાર્યો અને નિર્ણાયકો સહીત મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!