ગાંધીધામ ખાતે ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ યોજાશે
એક્ઝિબિશન, B2G તેમજ B2B બેઠકો સાથે વિવિધ ક્ષેત્રોમાં એમઓયુથી કચ્છના ઔદ્યોગિક વિકાસને મળશે નવી ગતિ.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના સુચારું આયોજનને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.
ગાંધીધામ ,તા-૨૪ ડિસેમ્બર : વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ જિલ્લાકક્ષાનો વાઈબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યૌગિક એકમો, કર્મશિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પુરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.ગાંધીધામ ખાતેના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને લઈને કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમગ્ર ઈવેન્ટનું આયોજન, મહાનુભાવોની મુલાકાત, મીનીટ ટુ મીનીટ પ્રોગ્રામ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની સહભાગીતા, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યૌગિક એકમો અને કર્મશિયલ એકમો દ્વારા એક્ઝિબિશન તેમજ એમઓયુ અંગેના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર એ સંબંધિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પુરું પાડીને દરેક ઈવેન્ટ સુચારું રીતે યોજાઈ તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. ઉપરાંત, વાઈબ્રન્ટ કચ્છના પ્રોગ્રામમાં જિલ્લાના હેન્ડીક્રાફ્ટ સાથે સંકળાયેલા આર્ટિઝનનો સ્ટોલ લગાવવા કલેક્ટર એ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગાંધીધામ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં કુલ ૧૩૯ MSME એકમો સાથે રૂ.૩૩૭૦ના કરોડના MoU સાઈન થયા હતા. કચ્છ જિલ્લામાં આયોજિત વાઈબ્રન્ટ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, ડીપીએ, ફોકિયા, ડીપી વર્લ્ડ અને ચેમ્બર ઓફ કોમર્સ, કચ્છ તેમજ ગાંધીધામના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક ડી.પી.ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનીલ જાદવ, જિલ્લા ગ્રામ ઉદ્યોગ કેન્દ્રના અધિકારી ભરત નકુમ, તમામ પ્રાંત અધિકારી ઓ સહિત ઉચ્ચ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.







