ગાંધીધામ ખાતે ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ કચ્છનો ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામ યોજાશે
પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, ટુરિઝમ એન્ડ કલ્ચર, હેન્ડીક્રાફ્ટ્સ, ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને યોજાશે કચ્છનો વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-૦૧ જાન્યુઆરી : એમઓયુ, એક્ઝિબિશન સ્ટોલ્સ, બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોથી કચ્છના વિકાસને મળશે નવી ગતિ.
જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં રાજકોટ ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાઈબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ગાંધીધામમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું છે. આ વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં મહત્વપૂર્ણ એમઓયુ સાથે વિવિધ ટેક્નિકલ સેશન, એક્ઝિબિશન તેમજ પેનલ ડિસ્કશન યોજાશે. કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આયોજિત બેઠકમાં વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજનને લઈને વિવિધ તૈયારીઓને સમીક્ષા કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીશ્રીઓને વાઈબ્રન્ટ કચ્છ પ્રોગ્રામના આયોજન અંગે માર્ગદર્શન પુરુ પાડતા જણાવ્યું હતું કે, વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં ઉદ્યોગો સાથે કોલેજકક્ષાના વિદ્યાર્થીઓને પણ સાંકળીને ઈવેન્ટનું આયોજન કરવાથી નવા સ્ટાર્ટઅપને વેગ મળશે. કલેક્ટરશ્રીએ ઉદ્યોગો વચ્ચે સંકલન થાય અને તે માટે બી ટુ બી(બિઝનેસ ટુ બિઝનેસ) બેઠકો બાબતે ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, બિઝનેસ ટુ ગર્વમેન્ટ બેઠકોમાં સરકારના વિવિધ ડીપાર્ટમેન્ટ ઉત્સાહભેર સહભાગી બને તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. નાના ઉદ્યોગો, હેન્ડીક્રાફ્ટસ વગેરે સંલગ્ન યુનિટ પણ વાઈબ્રન્ટના જિલ્લાકક્ષાના પ્રોગ્રામમાં હાજર રહીને પોતાના પ્રોડક્ટ કે સેવાઓનું પ્રદર્શન કરી શકે તે પ્રકારે આયોજન કરવા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું. ગાંધીધામ ખાતે તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજિત વાઈબ્રન્ટ કચ્છ ડિસ્ટ્રીક્ટ પ્રોગ્રામમાં ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઈવેન્ટ પાર્ટનર તરીકે જ્યારે દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ વેન્યૂ પાર્ટનર તરીકે જોડાયા છે. આ ઉપરાંત ફોકિયા અને કચ્છ મેનેજમેન્ટ એસોસિએશન એ નોલેજ પાર્ટનર તરીકે સહભાગી બન્યા છે.પોર્ટ અને ગ્રીન એનર્જી જેવા ક્ષેત્રોને કેન્દ્રમાં રાખીને યોજાશે કચ્છનો વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ ગાંધીધામ ખાતે આયોજિત જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં કચ્છના પોર્ટ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, મિનરલ પ્રોસેસિંગ, રિન્યુએબલ એનર્જી એન્ડ ગ્રીન હાઈડ્રોજન, ટુરિઝમ, કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટસના ક્ષેત્રોને કેન્દ્રિત કરવામાં આવ્યા છે. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા વિવિધ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ, સ્ટાર્ટઅપ્સ વગેરેને આમંત્રિત કરાયા છે.એક્ઝિબિશનમાં ૬૦થી વધારે સ્ટોલ ઊભા કરાશે કચ્છ જિલ્લાના સંલગ્ન ઉદ્યોગોને આવરી લેતા એક્ઝિબિશનમાં ૬૦થી વધારે સ્ટોલ ઊભા કરાશે. આ સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો સીધા જ ઉદ્યોગકારો કે સ્ટાર્ટઅપ સાથે વ્યાપાર અંગેની ચર્ચા વિચારણા કરી શકશે. કચ્છીકલાઓને સાથે સંકળાયેલા હેન્ડીકાફ્ટ તેમજ એમ.એસ.એમ.ઈ, હેવી ઈન્ડસ્ટ્રીઝ સહિતના કુલ ૬૦થી વધુ સ્ટોલ ઊભા કરાશે.ટેક્નિકલ સેશન બનશે જ્ઞાનના આદાન-પ્રદાનનો મંચગાંધીધામના જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ પ્રોગ્રામમાં વિવિધ ક્ષેત્રોના ટેક્નિકલ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેશન દરમિયાન નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષય પર માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ, એગ્રીકલ્ચર ફૂડ પ્રોસેસિંગ એન્ડ નેચરલ ફાર્મિંગ, ટુરિઝમ એન્ડ હેન્ડીક્રાફ્ટ્સ વિષયોને આવરી લેવાશે. કચ્છના ખાણખનીજને લઈને જીએમડીસી દ્વારા એક વિશેષ પેનલ ડિસ્કશનનું આયોજન ગાંધીધામ ચેમ્બર ઓફ કોર્મસના હોલમાં કરવામાં આવ્યું છે. જ્યાં વિવિધ ઉદ્યોગકારો, સ્ટાર્ટઅપ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ વગેરે એક મંચ પર આવીને નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને પોતાની વાત રાખી શકશે. આ જિલ્લાકક્ષાનો વાઈબ્રન્ટ કાર્યક્રમ એ ઔદ્યૌગિક એકમો, કર્મશિયલ યુનિટ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મંચ પુરો પાડીને કચ્છ જિલ્લાના ઉદ્યોગ વિકાસને નવો વેગ આપવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ઈન્ડસ્ટ્રીઝના જોઈન્ટ કમિશનરશ્રી હિમાંશુ મેવાડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સની નિયામકશ્રી નિકુંજ પરીખ, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ કમિશનરશ્રી મેહુલ દેસાઈ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ઉદ્યોગ અધિકારીશ્રી ભરત નકુમ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




