GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ, રૂ.૮૩૪ કરોડથી વધુના ૩૦ જેટલા MoU સંપન્ન

ઓટોપાર્ટ્સ, સિરામિક અને ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી રહેલું સુરેન્દ્રનગર રોકાણકારો માટે ‘ગોલ્ડન તક - નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા

તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ઓટોપાર્ટ્સ, સિરામિક અને ટેક્સટાઇલ હબ તરીકે ઉભરી રહેલું સુરેન્દ્રનગર રોકાણકારો માટે ‘ગોલ્ડન તક – નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, રાજકોટ ખાતે યોજાનાર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે આજે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે ૩૦ જેટલા ઔદ્યોગિક એકમો સાથે રૂ. ૮૩૪ કરોડના મહત્વના MoU કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે “વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી તેને આજે ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટને જિલ્લા કક્ષાએ લાવીને સ્થાનિક કલા અને બિઝનેસને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે થયેલા MoU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ તેને વાસ્તવિક ઉદ્યોગમાં બદલવા માટે સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે સુરેન્દ્રનગરની વિશેષતાઓ વર્ણવતા મંત્રીશ્રીએ પટોળા, ટાંગલિયા શાલ અને સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો તેમણે ઉમેર્યું હતું કે, “હર ઘર સ્વદેશી”ના મંત્ર સાથે આપણે સ્થાનિક વસ્તુઓ અપનાવવી જોઈએ સખી મંડળની બહેનો આજે ‘લખપતિ દીદી’ બનીને આત્મનિર્ભર બની રહી છે તે જિલ્લા માટે ગૌરવની વાત છે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે જાન્યુઆરી-૨૦૨૬ની ૧૧મી વાઇબ્રન્ટ સમિટ સુરેન્દ્રનગર માટે સુવર્ણ તક છે ધોળીધજા ડેમ દ્વારા પાણીની સુવિધા, હીરાસર એરપોર્ટની નિકટતા અને અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેની કનેક્ટિવિટીને કારણે સુરેન્દ્રનગર રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે કુટિર ઉદ્યોગ સચિવ અને કમિશનર આર્દ્રા અગ્રવાલે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું હતું ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ વિકસિત ગુજરાત ૨૦૪૭ માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વ સમજાવ્યું હતું ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી બાદમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નો શુભારંભ બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ તેમના ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતાં આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પરષોત્તમભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, ઉદ્યોગકાર દિનેશભાઈ તુરખીયા, નરેશભાઈ કૈલા, અરુણભાઈ પટેલ, મયુરભાઈ ત્રિવેદી, સુમિત પટેલ, બાબુભાઈ પટેલ, વૈભવભાઈ ચોકસી, સર્વે પદ્મ મુકતાબેન ડગલી, શાહબુદ્દીન રાઠોડ, લવજીભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રકુમાર ઓઝા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!