GUJARATLUNAWADAMAHISAGAR

જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા લોભ, લાલચ કે લાંચ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

જિલ્લા મેજીસ્ટ્રેટ  દ્વારા લોભ, લાલચ કે લાંચ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

મહીસાગર જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નિયત કરવામાં છે તથા મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને લક્ષમાં લઇ, — જાહેર શાંતિ અને સલામતિ જાળવવા પગલા લેવા જરૂરી છે. તેમજ કોઇપણ પ્રકારની સુલેહશાંતિનો ભંગ ન થાય અને જાહેર સલામતી અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે લોભ, લાલચ કે લાંચ તેમજ કોઇ પણ જાતના પ્રલોભનો વગર આપી શકે તેમજ ચૂંટણી પ્રક્રિયા માટે જરૂરી શાંતિમય વાતાવરણમાં વિક્ષેપો ઉભા થાય નહી અને મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કોઇ પણ પ્રકારની ધાક ધમકી કે પ્રલોભનો વગર કરી શકે તે અનિવાર્ય છે જે અંતર્ગત જિલ્લા મેજીસ્ટ્રેટ  નેહા કુમારી દ્વારા પ્રતિબંધ કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

કોઇ પણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રકિયા દરમિયાન રોકડ કે વસ્તુ સ્વરૂપે લાંચ લેવા કે આપવા પર, ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહેવા અથવા ઉભા ન રહેવા માટે અથવા ચૂંટણીની તેની ઉમેદવારી પાછી ખેંચી લેવા કે ન લેવા માટે કોઇ વ્યક્તિને પ્રલોભન, ધાક-ધમકી આપવી કે અન્ય રીતે પ્રેરિત કરવા પર, કોઇ વ્યકિતને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા અટકાવવા પ્રલોભન કે ધાક-ધમકી આપવા પર પ્રતિબંધ ફરમાવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!