સાધલી ખાતે મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ ઇદે મિલાદની આન બાન શાનથી ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી. સમગ્ર વિશ્વ ભરમાં આજે ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ પયગંબર સાહેબનાં જન્મ દિવસ એટલે ઇદે મિલાદ ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા આજે ઇદે મિલાદ ની ભવ્ય ઊજવણી કરાઇ હતી. જોહર ની નમાજ બાદ જુલૂસ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મદીના મસ્જિદ થી જુલૂસ નીકળ્યું હતું.જુલૂસ સમગ્ર સાધલી નગર માં ફરી ગાંધીનગર સોસાયટી માં સમાપન કરાયું હતું ત્યાર બાદ આમ ન્યાઝ નો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રોગ્રામમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. ઇસ્લામ ધર્મના સ્થાપક મોહંમદ પયગંબર સાહેબે સમગ્ર વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારા નો સંદેશ પાઠવ્યો છે.જ્યારે મોહંમદ પયગંબર સાહેબે ફક્ત મુસ્લિમ નહિ પરંતુ તમામ ધર્મના લોકો માટે એક મસીહા બનીને આવ્યા હતા. જે સમયમાં દીકરીઓને જીવતી જમીનમાં દફન કરી દેવામાં આવતી હતી તેવા સમયમાં મોહંમદ પયગંબર સાહેબે મહિલાઓને સમાન અધિકારો અપાવ્યા હતા.