
નર્મદા પરિક્રમાના રૂટ પર જીલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ
રાજપીપલા : જુનેદ ખત્રી
ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોમવારે સાંજે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ પરિક્રમા રૂટનું નીરિક્ષણ કરીને ભાવિક ભક્તોની સુરક્ષા વ્યવસ્થા અંગેનું નિરિક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન રામપુરા ઘાટ, પાર્કિંગ વ્યવસ્થા, પગપાળા રૂટ પર લાઈટિંગ વ્યવસ્થા, નદી પાર કરવા માટે શહેરાવ ઘાટ ખાતે બની રહેલો ટેમ્પરરી બ્રીજ, જેટી અને પદયાત્રા રૂટ પરના બેરીકેડિંગ અંગે સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન પરિક્રમાના નોડલ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, માર્ગ અને મકાન વિભાગ પંચાયત, કરજણ સિંચાઇ, પોલીસ વિભાગના અધિકારીઓ, સંબંધિત એજન્સીના પ્રતિનિધિઓ જોડાયા હતા




