GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MORBI -MALIYA (Miyana) મોરબી અને માળિયા તાલુકામાં પાણી ડુબી જવાથી ત્રણ યુવાનોના મોત

MORBI -MALIYA (Miyana) મોરબી અને માળિયા તાલુકામાં પાણી ડુબી જવાથી ત્રણ યુવાનોના મોત
મોરબી જીલ્લામાં ડૂબી જવાના ત્રણ બનાવો બન્યા હતા જે ત્રણેય સ્થળે ફાયર ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા પ્રથમ બનાવમાં મચ્છુ ૨ ડેમના પાણીમાં ડૂબી જતા ચંદુભાઈ નરસીભાઈ અગેચણીયા (ઉ.વ.૪૦) રહે કબીર ટેકરી મોરબી વાળાનું મોત થયું હતું બીજા બનાવમાં ઉત્તરપ્રદેશના વતની આકાશ ચંદ્રપાલ વર્મા (ઉ.વ.૨૫) નામના યુવાન જુના રફાળેશ્વર રોડ પર કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું
જયારે ત્રીજા બનાવમાં રાજ્પરથી કુન્તાસી જતા ચેકડેમના પાણીમાં ડૂબી જતા રામજીભાઈ રામાભાઈ પરમાર (ઉ.વ.૩૮) વાળા યુવાનનું મોત થયું હતું ફાયર ટીમે ત્રણેય સ્થળે દોડી જઈને મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે







