મહીસાગર જિલ્લામાં ખરીફ પાક માટે ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ:

ઓમહીસાગર જિલ્લામાં ખરીફ પાક માટે ખેડૂતોને કૃષિ કીટનું વિતરણ:
રિપોર્ટર…
અમીન કોઠારી
મહિસાગર
ગુજરાત રાજ્ય સરકાર પુરસ્કૃત AGR-2, 3 અને 4 યોજનાઓ તેમજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત NFSM (નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન) યોજના હેઠળ, મહીસાગર જિલ્લામાં ખરીફ સિઝન માટે ખેડૂતોને વિવિધ કૃષિ ઇનપુટ્સનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાને કારણે મકાઈ, કપાસ અને ડાંગર જેવા પાકોમાં નિદર્શન હેઠળ આ ઇનપુટ્સ વિતરણ કરવામાં આવે છે. જેથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવામાં મદદ મળી શકે.
આ યોજનાઓ હેઠળ, મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ ૧૯૫૫ કૃષિ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જેમાં બાલાસિનોર તાલુકાના ૪૪૬ ખેડૂતો, કડાણા તાલુકાના ૨૩૬ ખેડૂતો, ખાનપુર તાલુકાના ૨૧૩ ખેડૂતો, લુણાવાડા તાલુકાના ૩૪૨ ખેડૂતો, સંતરામપુર તાલુકાના ૫૭૪ ખેડૂતો અને વિરપુર તાલુકાના ૧૪૪ ખેડૂતોને આ કીટનો વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દરેક કૃષિ કીટમાં બિયારણ ઉપરાંત બાયો ફર્ટિલાઇઝર, માઈકોરાઈઝર, નિમ ઓઇલ, પ્રોમ અને નેનો ડીએપી જેવા અદ્યતન કૃષિ ઇનપુટ્સનો સમાવેશ થાય છે. આ ઇનપુટ્સ પાકની ગુણવત્તા સુધારવા અને ઉત્પાદન વધારવામાં મદદરૂપ થશે.
લુણાવાડા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ દ્વારા ગુજકોમાસોલ હેઠળ મકાઈ બિયારણ સહિતની કીટ મેળવનાર ખેડૂતોએ સરકારની આ યોજનાનો લાભ મળવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ખેતીવાડી વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં આઈ-ખેડૂત પોર્ટલ પર નોંધણી કરાવીને “વહેલા તે પહેલા” ના ધોરણે ખેડૂતોને આ કૃષિ કીટ આપવામાં આવી રહી છે. ખેડૂતોને આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.





