GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

જીલ્લા SOG પોલીસે કાલોલ ની એક દુકાનમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કૌભાંડ ઝડપી પાડ્યું.

 

તારીખ ૦૧/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

એસઓજી પોલીસ સ્ટેશન નો સ્ટાફ કાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને ખાનગી રાહે બાતમી મળેલ કે કાલોલ ની રબ્બાની મસ્જિદ પાસે ગેસના ચૂલા રીપેરીંગ કરતા હર્ષદભાઈ ઉર્ફે મુન્સી કનૈયાલાલ પરીખ પોતાના કબજા હેઠળની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી આપે છે અને ગ્રાહકોને વેચાણ કરે છે જે આધારે રેડ કરતા હર્ષદભાઈ પોતાની દુકાને હાજર મળી આવેલ. પોલીસે અડધો ભરેલો ગેસ નો બોટલ ૨૮.૫ કી. ગ્રા નો તેમજ ભારત ગેસ કંપનીનો એક ખાલી બોટલ, લાલ કલરના ખાલી ગેસના નાના બે બોટલ તથા ભારત ગેસ કંપનીનો સીલ બંધ એક બોટલ, ડિજિટલ વજન કાંટો, ગેસ રીફીલ કરવા માટેનો વાલ એમ કુલ મળીને ₹૭,૬૦૦ નો મુદ્દા માલ કબજે કરી. દુકાનદાર પાસે ગેસના બોટલ રાખવા તેમજ રિફિલિંગ કરવા બાબતનો પરવાનો માંગતા એની પાસે આવો કોઈ પરવાનો જોવા મળેલ નહીં.પોલીસે અત્યંત સળગી ઊઠે તેવા પદાર્થનુ ગેરકાયદેસર રીતે એક બોટલ માંથી બીજી બોટલ મા રીફીલિંગ કરવા દરમિયાન પોતાની તેમજ અન્ય માણસોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે કૃત્ય કરવા બદલ બીએનએસ કલમ ૧૨૫(૧) અને ૨૮૭ મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!