GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે પોલીસ અને પાલિકાની સંયુક્ત ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરાઈ.

તા.17/10/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા અને પોલીસ દ્વારા દબાણ અંગે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી જેમાં શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા પોલીસની ગાડી આવે ત્યારે લારીધારકો અને પાથરણાવાળા દોડધામ કરતા જોવા મળ્યા હતા સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો પર હાલ તહેવારોને લઇ લારીના દબાણ અને ટ્રાફિક સમસ્યાને નિવારવા દબાણ હટાવ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આથી બુધવારના રોજ પાલિકા અને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા દબાણ હટાવો કાર્યવાહી હાથ ધરાઇ હતી ત્યારે શહેરના માર્ગો પર સવારથી પોલીસ અને પાલિકાના વાહન નીકળી રહ્યા હતા જે શહેરના મુખ્ય માર્ગો ટાવરથી હેલ્ડલુમ ચોક, ટાંકીચોકથી પતરાવાળી ચોક, જવાહરચોકથી માઇમંદિર રોડ, સીજે હોસ્પિટલથી પતરાવાળી ચોક સહિતના વિસ્તારોમાં 100થી વધુ કાચા દબાણો દૂર કરાયા હતા.

Back to top button
error: Content is protected !!