વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા.૦૯ ઓક્ટોબર : માંડવીમાં રહેતા ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગભાઈને ટ્રાયસિકલ ભેટ આપીને આજે તા.૯-૧૦ ને ગુરુવારના રોજ આત્મનિર્ભર બનાવાયા છે.ભોજાય આઠકોટી મોટી પક્ષ જૈન સ્થાનક, કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરા અને પ.પૂ. નરેશમુનિ “આનંદ” પ્રેરિત વ્યસનમુક્તિ અભિયાન એમ ત્રણ સંસ્થાના સહયોગથી, માંડવીના ગોકુલવાસમાં રહેતા દિવ્યાંગભાઈ રોશિયા રાયસી ભચુને માંડવીમાં ૩૩ વર્ષથી સતત કાર્યરત સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રા, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી પ્રતાપભાઈ ચોથાણી અને સહમંત્રી સુલતાનભાઈ મીરના હસ્તે ટ્રાયસિકલ ભેટ આપીને આત્મનિર્ભર બનાવાયા હોવાનું કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ – ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોષી, વ્યસનમુક્તિ અભિયાનના પ્રમુખ ડો.દિનેશભાઈ જોષી અને ઉપપ્રમુખ જયેશભાઈ જી. શાહે જણાવ્યું હતું.