આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના માદરે વતન આવેલ ભાદરોલી બુઝર્ગ ગામના દીવ્યરાજસિંહ સોલંકી નું ભવ્ય સ્વાગત કરાયું.

તારીખ ૦૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાતના એક નાના ગામમાં એવા કાલોલ તાલુકાના ભાદરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણીય નાગરિકો સામેલ થયા હતા.
સોલંકી દીવ્યરાજસિંહ આર્મી જવાને તેમની તાલીમ દરમિયાન મેળવેલા અનુભવો અને દેશની સેવા માટેની તેમની પ્રતિબદ્ધતા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, “દેશની સેવા કરવી એ આપણા બધાનું કર્તવ્ય છે, અને હું ગર્વ અનુભવું છું કે હું આર્મીમાં સેવા આપી શક્યો છું.”
કાલોલ ખાતેથી સ્વાગત બાદ કાલોલ બસ સ્ટેન્ડ થી ભાદરોલી બુઝર્ગ ગામે ડીજે ના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી ત્યારે આ શોભાયાત્રામાં ભાદરોલી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને યુવાનો ઉપસ્થિત રહી કાલોલ થી ભાદરોલી બુઝર્ગ ગામે જવા માટે શોભાયાત્રા નીકળીને ગામમાં આવી પહોંચ્યા હતા જ્યાં ગામના સરપંચ બેલદાર ભુમીકાબેન કિરણભાઇ એ દીવ્યરાજસિંહ આર્મી જવાનની વીરતા અને સમર્પણની પ્રશંસા કરી અને તેમને આગળ પણ દેશની સેવા કરવા પ્રોત્સાહિત કર્યા હતા જ્યાં ભવ્ય સ્વાગત સમારોહમાં તાલુકા પંચાયતના સભ્ય કિરણભાઇ બેલદાર સહિત ગામના લોકોએ જવાન અને તેમના પરિવારને શુભેચ્છાઓ પાઠવી અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.







