વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૦ સપ્ટેમ્બર : ભારત સરકાર દ્વારા ૨ જી ઓક્ટોમ્બરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીનું આહ્વવાન કરવામાં આવેલ છે. આ વર્ષ સ્વચ્છ ભારત મિશનના ૧૧ વર્ષની ઉજવણીના ભાગ રૂપે “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” ને “સ્વચ્છોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન દ્વારા તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ૨ ઓક્ટોમ્બર ૨૦૨૫ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેમકે, સમાન્ય સફાઈ ની કામગીરી અંતર્ગત તમામ વાણીજ્ય વિસ્તાર, રહેણાંક વિસ્તારો અને સ્લમ વિસ્તારોની સફાઈ, બાગ-બગીચાઓ, ફૂટપાથ તેમજ થીમ આધારિત સફાઈ કામગીરીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઇવે, ધાર્મિક અને પ્રવાસન સ્થળો નદી, તળાવો, સર્કલ, પ્રતિમાઓ, સરકારી કચેરીઓ, શહેર ના એન્ટ્રી પોઈન્ટ વિગેરેની સફાઈ ઝુંબેશ નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ IEC પ્રવૃત્તિ અન્વયે “સ્વચ્છતા હી સેવા” ના લોગો સાથે સેલ્ફી પોઈન્ટ બનાવી સ્વચ્છતા જાગૃતિ કેળવી, સ્વચ્છતા રેલી, યોગ શિબિર, સ્વચ્છ વોર્ડ સ્પર્ધા, શાળા-કોલેજોમાં સ્વચ્છતા અંગે ક્વીઝ, રંગોળી, ચિત્ર, સુત્રો, નિબંધો, કવિતા, વોલ પેન્ટિંગ, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, વૃક્ષારોપણ, શેરી નાટક, વેસ્ટ ટુ આર્ટ ફેસ્ટ વિગેરે જેવી પ્રવૃતિઓ હાથ ધરવામાં આવનાર છે. સ્વચ્છતા હી સેવાના નવા પર્વ ના શુંભારભ પ્રસગે ભચાઉ તાલુકા પંચાયત ખાતે માન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા દ્વારા ડોર ટુ ડોર કચરા ના કલેક્શન માટે ઇ રિક્ષા ને લીલી ઝંડી આપવામાં આવેલ. ગ્રામીણ લેવલે કચરાનું કલેકશન યોગ્ય રીતે થઇ શકે, ગામડાઓ સ્વચ્છ બને તે માટે ગ્રામ પંચાયત ને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ શાખા દ્રારા ઈ રિક્ષા ની ફાળવણી કરવામાં આવેલ. ગામો માં કચરા નું કલેક્શન થઈ શકે અને કચરો ડમ્પિંગ સાઈટ ઉપર પહોંચે અને ગામોની સ્વચ્છતામાં વધારો થાય તે માટે ભચાઉ તાલુકાની ૧૦ ગ્રામ પંચાયત ચોબારી,કલ્યાણ પર, કણખોઈ,અધોઈ, કંથકોટ,મનફરા,માય સામખીયાળી,છાડવાડા અને શિકારપુર ગામોને ઈ રિક્ષા આપવામાં આવેલ
આ પ્રસગે ભચાઉ તાલુકા નગર પાલિકા પૂર્વ પ્રમુખશ્રી કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા,તાલુકા પંચાત પ્રમુખશ્રી રણુભા જાડેજા,ભચાઉ તાલુકા પંચાયત સદસ્યોશ્રી,સામાજીક અગ્રણી શ્રી વિકાસભાઈ રાજગોર,તાલુકા વિકાસ અધિકારી વજેસિંહ પરમાર. ભચાઉ, આઈ.આર.ડી.પી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી ભુપતદાન ગઢવી, મ.તા.વિ વિક્રમદાન ગઢવી, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ના તાલુકા કો ઓર્ડિનેટર ગૌતમ પરમાર તેમજ તલાટી કમ મંત્રીશ્રી અને સરપંચશ્રીઓ હાજર રહેલ હતા.