
તા. ૧૩. ૦૯. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:રાબડાળ ગામે ઇટીઓસ ફોરવ્હીલ ગાડી માંથી દારૂની બોટલો નંગ-૩૨૩ની કુલ કિ.રૂ.૨.૫૫,૬૧૫/-નો પ્રોહી મુદ્દામાલ તથા ટોયોટા કંપનીની ઇટીઓસ ફોરવ્હીલની કુલ કિ.રૂ.૨,૦૦,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૧ની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૬૦,૬૧૫/-ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી 
દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સંજયભાઇ ધિરૂભાઇ એ.એસ.આઇ. પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઇશ્વરભાઇ દિનેશભાઇ આ પો.કો. બ.નં.૨૩૮ નાઓને બાતમી મળેલ જે બાતમી આધારે અમદાવાદ ઇન્દોર નેશનલ હાઇવે ધાટાપીર પાસે વોચમાં ઉભા હતા તે દરમ્યાન આરોપી ધર્મેશભાઈ પ્રવિણચંદ્ર જાતે જાની રહે.શેઠનગર ગલી નં.૧૦ બ્લોક નં.૪૮૭/૪૯૧ માધાપર ગામ પાસે જામનગર રોડ રાજકોટ જી.રાજકોટ નાનો તેના કબજાની ગોલ્ડન કલરની ટોયોટા કંપનીની ઇટીઓસ ફોર વ્હીલ ગાડી નંબર GJ,06.ED.6972માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવતા પકડાઇ જઇ આરોપી વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે




