કાલોલ ના બેઢીયા ના વતની ડૉ. મહેશ ચૌહાણને બદલાવ સંસ્થાન રાજસ્થાન દ્વારા સોશિયલ હાર્મની એવોર્ડ થી સન્માનિત કરાયા.
તારીખ ૨૧/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સામાજિક સમરસતા, શાંતિ અને સહઅસ્તિત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેના નોંધપાત્ર યોગદાન બદલ વડોદરા મહિલા મહાવિદ્યાલયના સમાજશાસ્ત્ર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર મુળ કાલોલ તાલુકાના બેઢીયા ના વતની ડૉ. મહેશ ચૌહાણને પ્રતિષ્ઠિત “સોશિયલ હાર્મની એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ રાજસ્થાનના ઉદયપુર સ્થિત બદલાવ સંસ્થાન દ્વારા યોજાયેલ નેશનલ કોન્ફરન્સના સમારોહમાં પ્રદાન કરવામાં આવ્યો હતો.ડૉ. મહેશ ચૌહાણે સમાજમાં એકતા, સમરસતા અને સામાજિક જાગૃતિ માટે શૈક્ષણિક અને સંશોધનક્ષેત્રે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. તેમના વિવિધ સામાજિક અભ્યાસક્રમો, સંશોધન પત્રો તેમજ યુવા પેઢીને સમાજમાં સુમેળ સ્થાપવા માટે પ્રેરિત કરવાના પ્રયત્નોને બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો છે.બદલાવ સંસ્થાન ઉદયપુર દ્વારા દર વર્ષે સમાજના વિવિધ ક્ષેત્રોમાં માનવ મૂલ્યો, શાંતિ અને સમરસતા માટે ઉલ્લેખનીય કાર્ય કરનાર વ્યક્તિઓને આ સન્માન અપાય છે.