GUJARATMEHSANAUNJHA

ડૉ.પલક જે. પટેલે અમેરિકામાં મેળવી MD DM કાર્ડિયોલોજિસ્ટની ઉચ્ચ પદવી

વિદેશની ધરતી પર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના કહોડા ગામના વતની અને હાલ કડી ખાતે ડોક્ટરનો વ્યવસાય કરતા પટેલ જીતેન્દ્રકુમાર મગનલાલની દીકરી ડૉ. પલક જે. પટેલે વિદેશની ધરતી પર ગુજરાતનું નામ રોશન કર્યું !

​ડૉ. પલક પટેલે અમેરિકામાં MD DM કાર્ડિયોલોજિસ્ટ (MD DM Cardiologist) તરીકેની ઉચ્ચ પદવી સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે. તેમની આ સિદ્ધિથી માત્ર કહોડા ગામનું જ નહીં, પરંતુ સમગ્ર નાનાબાર કડવા પાટીદાર સમાજનું ગૌરવ વધારવામાં આવ્યું.

​ડૉ. પલકની આ નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ બદલ સગા-સંબંધીઓ તેમજ શુભેચ્છકોએ તેમના પર અભિનંદનની વર્ષા વરસાવી છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે.

Back to top button
error: Content is protected !!