GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગરની દર્શન વિદ્યાલય ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી

તા.28/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા લીધી

આજરોજ દર્શન વિદ્યાલય, રતનપર ખાતે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” થીમ પર નાટક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને કલાકારોને ફૂલઝાડનાં રોપાઓ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સૌ પ્રથમ અજયગિરિ ગોસ્વામીની ટીમ દ્વારા લોકસંગીત કાર્યક્રમનો રજૂ કરવામાં આવ્યો હતો બાદમાં વંશ વાઘેલા દ્વારા હાર્મોનિયમ કલા અને ટાંક રિકેન દ્વારા લોકગીત/ભજનની રજૂઆત કરવામાં હતી લોકોમાં પ્લાસ્ટિક પ્રદૂષણની અંગેની જાગૃતિ લાવવા અને પ્લાસ્ટકનો ઉપયોગ બંધ કરવા પ્લાસ્ટિકમુક્ત સુરેન્દ્રનગરનો સંદેશો આપતું નાટક અરવિંદભાઈ રાઠોડ અને ટીમ (જાગૃતિ ફાઉન્ડેશન) દ્વારા રજુ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનાં અંતે ઉપસ્થિત તમામ લોકોએ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે અને પર્યાવરણના રક્ષણ અંગે પ્રતિજ્ઞા પણ લીધી હતી આ કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહીલ, દર્શન વિદ્યાલયનાં સંચાલક અને મેનેજર મહેશભાઈ કાનાણી, જિલ્લા યોગ કોર્ડીનેટર મોનીકાબેન ચુડાસમા, માનવ અધિકાર પંચનાં હસમુખસિંહ પરમાર, યોગ કોચ ભારતીબેન કવૈયા તેમજ મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ અને નાગરિકો જોડાયા હતાં.

Back to top button
error: Content is protected !!