અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : એમ બી બી એસની પદવી હાંસલ થતા દ્રષ્ટિ પટેલનું મોડાસા શહેરના ઉમિયા મંદિર ખાતે સન્માન સમારોહ યોજાયો
મોડાસા શહેરના જાણીતા સહકારી અગ્રણી ચંદુભાઈ પટેલ પરિવારની દીકરી ડોક્ટર દ્રષ્ટિ પટેલે ,એમ જી એમ મેડિકલ કોલેજ,નવી મુંબઈ થી એમ બી બી એસની પદવી હાંસલ કરી,એમ જી એમ ઔરંગાબાદ તથા નવી મુંબઈ કોલેજમાંથી, પિડીયાટ્રીટ વિષયમાં ગોલ્ડ મેડલ મેળવી પરિવારનું અને સમગ્ર પાટીદાર સમાજ સહિત અરવલ્લી જિલ્લાને ગૌરવ અપાવનાર, દીકરી દ્રષ્ટિ પટેલનું,મોડાસા શહેરના ઉમિયા મંદિર ખાતે સન્માન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો,આ પ્રસંગે સામાજિક,સહકારી,રાજકીય સહિત મહાનુભાવો એ દીકરીને અભિનંદન પાઠવી,ઉત્તરો ઉત્તર પ્રગતિ કરવા દીકરીને આશીર્વાદ સહ શુભેચ્છાઓ પાઠવી હતી.