GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:જિલ્લા ટ્રાફિક અને હાલોલ પોલીસની રાષ્ટ્રીય માર્ગ સલામતી અંતર્ગત ડ્રાઈવ, 100 હેલ્મેટનું ફ્રી વિતરણ કરાયું

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૭.૧.૨૦૨૬

રાષ્ટ્રીય માર્ગ સલામતી–2026 અંતર્ગત પંચમહાલ જિલ્લામાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી પોલીસ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે આજે મંગળવારના રોજ હાલોલ ખાતે પોલીસ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ યોજાઈ હતી.હાલોલના ટીંબી ટ્રાફિક પોઇન્ટ ખાતે યોજાયેલી આ ડ્રાઈવ દરમિયાન પંચમહાલ જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમે બાઈક ચાલકોને અટકાવી ટ્રાફિકના નિયમો અંગે સમજણ આપી હતી. માર્ગ અકસ્માતોમાં ઘટાડો લાવવા અને વાહન ચાલકોમાં સલામતી અંગે જાગૃતિ વધે તે હેતુથી હાલોલ ઔદ્યોગિક સાહસો જીઈ વરનોવા અને યુનાઇટેડ વે ના સહયોગ થી 100 જેટલા હેલ્મેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.પોલીસ અધિકારીઓએ વાહનચાલકોને ફરજીયાત હેલ્મેટ પહેરવા, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા તેમજ માર્ગ સલામતીના તમામ નિયમો કડક રીતે અનુસરવા અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા જિલ્લા ટ્રાફિક પોલીસ, હાલોલ ટાઉન પીઆઈ આર. એ. જાડેજા,હાલોલ રૂરલ પીઆઈ કે. એ. ચૌધરી સહિત ટ્રાફિક સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરી જનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!