કાલોલ ના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના સંખ્યાબંધ ગામોને જોડતો બિસ્માર માર્ગથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન.

તારીખ ૧૫/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશનથી પીગળી સુધીના ચાર કિલોમીટર લાંબો મોટાભાગના ગામો ને જોડતો ડામરનો રોડ બિસ્માર માર્ગે બની ગયો હોવાથી અહીં ચાલતા વાહનચાલકોને ભારે મૂશ્કેલી પડી રહી હોવા આ માર્ગને સત્વરે રિ-કાર્પેટ કરવા તેમજ પીગળી ફાટક થઈ પીગળી ગામ સુધી રબ્બર બમ્પર જે સ્પીડ બ્રેકર નાખેલા છે તે તાત્કાલિક કાઢી નાખી તેમજ પીગળી ગામે આવેલ કવચ નદીનું નાળું જર્જરિત થઇ હોય અને ઠેરઠેર રોડ પર ઊંડા પડેલા ખાડાઓ નું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે તે જવાબદાર તંત્ર દ્વારા વાહનચાલકો તથા ગ્રામજનોની પરેશાનીઓ અને સમસ્યાઓનો વહેલામાં વહેલી તકે ઉકેલ આવે તેવી કાલોલના એડવોકેટ પી.પી.સોલંકી દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ કાલોલ ને વોટ્સએપ મેસેજ થી જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છેકે રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે.તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે અને માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત ‘ગુજમાર્ગ’ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.ત્યારે આ માર્ગ પણ સુધરે તે જરૂરી છે.








