
જૂનાગઢ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ગત તા.૨૮-૧૦-૨૦૨૫ના રોજ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ખાતે શોર્ટ સર્કિટ થતાં મેઇન કેબલ બળી ગયેલ હોય, જેથી હાલ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે. જેનું નિરાકરણ આવતા રાબેતા મુજબ કામગીરી શરૂ કરવામાં આવશે. તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




