
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
મોડાસા: રતનપુર થી મેઘરજ સુધીના 7 કિમીના માર્ગનું કામ અધૂરું..? વાહન ચાલકોને પરેશાની, નેતાઓ એ રોડનું હોંશે હોંશે કર્યું હતું ખાતમુહર્ત

એક દિવસ ખાલી જતો નથી અરવલ્લી જિલ્લામાં જેમાં રોડ રસ્તાને લઈ ચર્ચાઓ ના હોય તેવો, ફરી એક વાર રોડ રસ્તાના કામ ને લઇ કેટલાક પ્રશ્નો ઉપસ્થિત રહ્યા થયા છે. મળતી માહિતી અનુસાર આજથી 7 એક મહિના પહેલા મોડાસા થી મેઘરજ સુધીના રોડનું રિફ્રેસીંગ કરવાની જાહેરાતો કરાઈ હતી. નેતાઓ ધ્વારા રોડનું ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર રતનપુર થી મોડાસા સુધીનો જ માર્ગ બનાવ્યો હોવાની સૂત્રો ધ્વારા માહિતી પ્રાપ્ત થતા રોડ રસ્તાના કામ ને લઇ સવાલો ઊભા થયા છે

સાત મહિના પહેલા મોડાસા થી મેઘરજ સુધીના રોડનું રિફ્રેસીંગ કામ કરી પેવર કરવાની જાહેરાતો કરાઈ હતી અને નેતાઓ ઘ્વારા પૂજા વિધિ કરી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું કામ પણ શરૂ કર્યું હતું પરંતુ જાણે કે આમ જનતા સાથે બનાવટ કરી માર્ગ રતનપુર થી મોડાસા સુધીના રસ્તાનું કામ પૂર્ણ કર્યું પરંતુ રતનપુર થી મેઘરજ સુધીના 7 કિમી જેટલા રસ્તાનું કામ પૂર્ણ ન કરાતા અને કામ છોડી દેતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે મેઘરજ આવતા વાહન ચાલકો પણ પરેશાન બની રહ્યા છે માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હેઠળ નો આ રસ્તો મેઘરજ થી મોડાસા સુધીનો આ માર્ગ રાજસ્થાન ને જોડે છે રાજસ્થાન,ડુંગરપુર, તથા બાંસવાડા સુધીના વાહનો ગુજરાતના આવવા માટે આ માર્ગ ખૂબ ઉપયોગી છે 7 મહિના પહેલા બનાવેલ આ માર્ગ ભંગાર બનતા અને કામ પૂર્ણ ન થતા અનેક સવાલો ઊભા થયા છે બીજી તરફ ખાતમુહુર્ત કરી નેતાઓ પોતાની નામના મેળવવા આમ જનતાને મૂર્ખ સમજતા હોય તેવું લાગી રહ્યું છે અધૂરું કામ પૂર્ણ કરાય તેવી હાલ માંગ સેવાઈ રહી છે





