ANJARGUJARATKUTCH

શ્રી દુધઈ પ્રાથમિક શાળામા દુધઈ કુમાર સી.આર.સી. કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન અને કલા ઉત્સવ યોજાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૧૫ સપ્ટેમ્બર : દુધઈ સી.આર.સી.કો.ઓ.શ્રી વિનયસિહ રાજપુત અને શાળાનાં આચાર્યશ્રી વસંતભાઈ સોલંકી ના હસ્તે દીપ પ્રાગટય કરીને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું. કુલ 5 વિભાગમાં 9 કૃતિઓ ક્લસ્ટરની શાળાઓનાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. તમામ વિભાગોનું રીબીન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ નિર્ણાયકો હાર્દિકભાઈ પટેલ,મયંકભાઈ પટેલ અને રમેશભાઈ દ્વારા તમામ વિભાગમાં જઈને કૃતિઓ નિહાળી બાળ વૈજ્ઞાનિકો પાસેથી માહિતી મેળવી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને નિહાળવા દુધઈ કુમાર અને દુધઈ કન્યા ના બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સાથે કલા ઉત્સવ મા 4 સ્પર્ધા મા 24 જેટલા વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ જેમા નિર્ણાયક તરીકે હીરાભાઈ મ્યાત્રા,હર્ષદભાઈ તુરી,શૈલેષસિહ ચાવડા,જાડેજા નિલેશસિહ,ઈશ્વરભાઈ વગેરે શિક્ષકો એ મૂલ્યાંકન કરેલ અને જ્ઞાન સહાયક સાહિલસિંહ એ બાળકો ને ગરમા ગરમ નાસ્તો પીરસી મોજ કરાવી ત્યારબાદ કાર્યક્રમ ને અંતિમ પડાવ તરફ લઈ જતા દરેક શિક્ષકો દ્વારા બાળકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું અને વિજેતા બાળકો બીઆરસી કક્ષા એ દુધઈ સીઆરસી નુ નામ રોશન કરે એવી શુભેચ્છાઓ આપવામાં આવી અને કાર્યક્રમ ની આભારવિધિ અમરાપર શાળા ના આચાર્ય શ્રી હીરાભાઈ મ્યાત્રા દ્વારા કરવામાં આવી અને સૌ છૂટા પડ્યા.

Back to top button
error: Content is protected !!