GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના કારણે શરદી ઉધરસ અને ફિવરના કેસોમાં વધારો થતાં હોસ્પિટલોમા દર્દીની લાગી લાંબી કતારો

તા.16/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ હાલની ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુના અહેસાસના પગલે સુરેન્દ્રનગરમાં રોગચાળો પણ ફાટી નીકળવાની દહેસત સર્જાય છે સુરેન્દ્રનગરમાં શરદી ઉધરસ તાવના કેસોમાં સૌથી વધુ વધારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં રાત્રિ દરમિયાન ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે તો દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેને લઈને માંદગી વક્રી જવા પામી છે સુરેન્દ્રનગરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં પણ રોજના સરેરાશ 500 થી વધુ કેસોની ઓપીડી હાલના તબક્કામાં દાખલ થઈ રહી છે જેમાં શરદી ઉધરસ તાવ અને ઝાડા ઉલટીના કેશો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે ત્યારે ડબલઋતુના કારણે રોગચાળો ફાટી નીકળ્યા હોવાનું પણ કારણ દર્શાવવામાં આવી રહ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં લગ્ન ગાળો પણ વધુ છે તેને લઈને બહારનો ખોરાક ખાવાના કારણે પણ માનવી થઈ શકે તે પ્રકારની શક્યતાઓ ડોક્ટરો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે લગ્ન ગાળો અને દ્વિ-ચક્રીય ઋતુના પગલે સુરેન્દ્રનગર શહેરીજનોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે અને રોગચાળો પણ ફાટી નીકળવા પામ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં પણ આવતા દર્દીઓ માટે પૂરતા ડોક્ટરની ટીમ અને દવા અને પૂરતો સ્ટાફ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!