GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
ભારે વરસાદને પગલે આવતીકાલે પંચમહાલ જિલ્લાની તમામ શાળાઓમાં જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ
તારીખ ૨૬/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર ગુજરાત માં તેમજ પંચમહાલ જિલ્લા સહિત દરેક શહેર અને ગામડા ઓમાં લાંબા સમય થી મેઘરાજાએ વિરામ લીધો હતો મેઘરાજ ના લાંબા સમયના વિરામ બાદ પંચમહાલ જિલ્લાના તમામ ગામો અને શહેર માં અતિ થી અતિ ભારે વરસાદને પગલે ગતરોજ તારીખ ૨૭ ઓગષ્ટ ૨૦૨૪ મંગળવારના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક, માધ્યમીક શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણ વિભાગ,ગોધરા દ્વારા જિલ્લાના તમામ આચાર્યો ને રજા બાબતે જાણ કરવામાં આવી છે તેમ પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી કિરીટ પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે ગતરોજ તારીખ ૨૭ ઓગસ્ટના રોજ પંચમહાલ જિલ્લાની તમામ શાળા કોલેજ માં રજા જાહેર કરાઈ છે.