ANANDANAND CITY / TALUKOGUJARAT

ભારે વાવાઝોડા અને વરસાદના કારણે આણંદમાં જુદી જુદી જગ્યાએ ઝાડ પડી જતા ઘણા રસ્તાઓ બઁધ થયાં.

ભારે વાવાઝોડા અને વરસાદના કારણે આણંદમાં જુદી જુદી જગ્યાએ ઝાડ પડી જતા ઘણા રસ્તાઓ બઁધ થયાં.

તાહિર મેમણ – આણંદ – 06/05/2025 – આણંદ જિલ્લામાં ગતરોજ હવામાનમાં અચાનક પલટો આવતા જિલ્લામાં શહેરી વિસ્તારમાં તથા ગ્રામ્ય વિસ્તારમાં ઘણા રસ્તાઓ ઉપર ઝાડ પડી ગયા હતા તથા ઝાડની ડાળીઓ નમી જતા લોકોને અવરજવર માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ ઉપરાંત ઘણી જગ્યાએ વીજ થાંભલા નમી પડ્યા હતા.

ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી. તેમના માર્ગદર્શન હેઠળ તાકીદે વિવિધ વિભાગોનું સંકલન કરીને ટીમ બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ટીમોમાં માર્ગ અને મકાન વિભાગ, ફાયર વિભાગ, વન વિભાગ, વીજ કંપનીની ટીમ બનાવીને સંયુક્ત રીતે કામગીરી હાથ ધરાતા જે રસ્તાઓ ઉપર ઝાડ પડ્યા હતા તે રસ્તાઓ યુદ્ધના ધોરણે ૦૮ જેટલા જેસીબી મશીનનો ઉપયોગ કરીને રસ્તા પૂર્વવત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે,ભારે વરસાદ અને વાવાઝોડા જેવી પરીસ્થિતીમાં આણંદ જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં કુલ ૬૭ જેટલા વૃક્ષો ધરાશય થઈને રોડ પર પડ્યા હતા.જેને તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે દૂર કરીને રસ્તોઓ વાહન વ્યવહાર માટે ખુલ્લા કરવામાં આવ્યા હતા.

પૂર્વવત કરાયેલ રસ્તોઓની વિગતો જોઈએ તો બાંધણી ચોકડી વલેટવા રોડ, પેટલાદ નડિયાદ રોડ, સોજીત્રા ડભોઉં રોડ, ઉમરેઠ રોડ, ખંભાત રોડ , પેટલાદ ધર્મજ ચોકડી રોડ, પેટલાદ નડિયાદ રોડ, આણંદ, બોરસદ રોડ ઉપર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાડ નમી પડ્યા હતા તથા ઝાડની ડાળીઓ નમી પડી હતી તેને તાત્કાલિક રીતે વિવિધ વિભાગોની ટીમ બનાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં કોઈપણ રસ્તો બંધ નથી, તેમ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!