GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

સમારકામ ન થવાને કારણે કાલોલ નગરપાલિકા દ્વારા હાઇવે અડીને મુકેલ વોટર કુલર શોભાના ગાંઠિયા સમાન.

 

તારીખ ૧૫/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરપાલિકા દ્વારા હાઇવે અડીને જે વોટર કુલર મૂકવામાં આવ્યા છે પીવાના પાણી માટેના આ વોટર કુલર નો ઉપયોગ આ ડેરોલ સ્ટેશન રોડ ગોધરા જવાવાળા અને વડોદરા જવાવાળા મુસાફરો રાહદારી અને વાહન ચાલકો કરવાવાળા મુસાફરો હાઇવે પર ના નાગરિકો વાહન ચાલકો આ વોટર કુલર નો ઉપયોગ પાણી પીવા માટે નો કરે છે છેલ્લા પાંચ વર્ષથી આ વોટર કુલર નું કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી સ્થાનિક દુકાનદારના કહેવા પ્રમાણે આ વોટર કુલર માંથી દુર્ગંધ વાળુંઅને ગંદુ પાણી આવી રહ્યું છે આ પાણીનો ઉપયોગ દરેક તરસ્યા લોકો કરતા હોય છે અને આજુબાજુ શાળાઓ આવેલી છે તેના વિદ્યાર્થીઓ પણ આ પાણીનો પીવામાં ઉપયોગ કરે છે જો આ વોટર કુલર નું મેન્ટેનન્સ નહીં કરવામાં આવે તો આ પાણી પીવાથી મુસાફરો બાળકો અને રાહદારીઓ નું આરોગ્ય જોખમમાં મુકાય તેવું લાગી રહ્યું છે આ વોટર કુલરની આજુબાજુ એટલી બધી લીલ જામી છે કે ઉધઈ નાપોપડા હોય તેવું લાગી રહ્યું છે આ વોટર કુલર ની આજુબાજુ એટલી બધી ગંદકીની ભરમાર છે કે પાણી પીવા આવનાર નાગરિકને પણ કાદવ કીચડ માંથી ગુજરવું પડે છે આ વોટર કુલર ની બાજુમાં એક પાણીનો વાલ્વ આવેલો છે આ વાલ ઉપરનું ઢાંકણું છેલ્લા કેટલાય વર્ષથી લગાવ્યું જ નથી જેના કારણે હાઇવે ટચ આ કુલર હોવાને કારણે મુસાફરો પ્રાણીઓ પક્ષીઓ આ ઉંડા ખાડામાં પડી જાય છે અને અવારનવાર અકસ્માતો સર્જાય છે આ વાલની ઉપર એક સામાન્ય પતરા પૂઠાનું ઢાંકણ ઢાંકી રાખ્યું છે નાનો બાળક પણ તેના પરથી પસાર થાય તો આ ટાંકીમાં સીધો પડે એવી શક્યતા છે અને અવારનવાર નાના-મોટા અકસ્માતો બની ચૂક્યા છે તો નગરપાલિકા તંત્ર આ વોટર કુલર ને રીપેર કરે અને વાલ્વ ઉપરનું ઢાંકણું મજબૂત લોખંડનું બનાવી મૂકે જેના કારણે અકસ્માતો ન થાય એવી પ્રજાની આજુબાજુના દુકાનદારોની વાહન ચાલકોની અને મુસાફરો નો જન આક્રોશ છે નગરપાલિકા તંત્ર અને વોટર વર્ક્સ વિભાગ આ કુંભકરણની નિંદ્રામાંથી જાગી આ વોટર કુલર ની મરામત કરે અને મજબૂત ઢાંકણું નાખી અકસ્માતો અટકાવે એવી નગરજનોની માંગ છે.

 

Back to top button
error: Content is protected !!