વઢવાણ માર્કેટિંગ યાર્ડ ચોકડીએ સર્કલના અભાવે ચારેય તરફથી વાહનો સામસામે આવી જતા વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો

તા.08/08/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરથી વઢવાણ શહેર તરફ આવતા માર્કેટિંગ યાર્ડની ચોકડીએ ચારેય દિશાઓમાંથી નાના મોટા વાહનો સામસામે આવી જતા ટ્રાફિક જામ થઇ રહ્યો છે ત્યારે આ ચાર રસ્તાએ સર્કલ બનાવવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે સુરેન્દ્રનગરથી વઢવાણ તરફનો મુખ્ય માર્ગ પર જ એપીએમસી ચોકડી આવેલી છે આ ચાર રસ્તાએથી દિવસ રાત નાના મોટા વાહનો પસાર થઇ રહ્યા છે બીજી તરફ આ રસ્તાથી જ જીઆઈડીસી તરફ મસમોટા વાહનો માલસામાન ભરીને જતા કે ખાલી કરીને પરત આવતા હોય છે આંબાવાડી વિસ્તાર, જીઆડીસી કોઝવે, વઢવાણ તેમજ સુરેન્દ્રનગર તરફથી પણ વાહનો આ ચોકડીએ પસાર થાય છે જ્યારે મોટી સંખ્યામાં પણ આ રસ્તા પર એસટી બસો પણ નીકળી રહી છે પરંતુ આ ચાર રસ્તા ઉપર કોઇ સર્કલની સુવિધા ન હોવાથી નાના મોટા વાહનો એકબીજા સામસામે આવી જાય છે જેના કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યાઓ સર્જાઇ રહી છે આ ચોકડીના માર્ગ પણ અગાઉ પણ અકસ્માતો સાથે લોકોના મોત થયાના બનાવો બની ચૂક્યા છે હાલમાં પણ સર્કલના અભાવે તેમજ આ રસ્તા પરથી દોડતા વાહનોના કારણે અકસ્માતોનો ભય લોકોને સતાવી રહ્યો છે આ સ્થળે સર્કલ બનાવવાની પણ અનેકવાર રજૂઆતો થઇ છે પ્રાપ્ત વિગતો મુજબ આ સર્કલનો ઠરાવ પણ થઇ ગયો છે પરંતુ હજુ સુધી માર્કેટિંગ યાર્ડ ચોકડીએ સર્કલ ન બનતા રાહદારીઓ, વાહન ચાલકો સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે આ એપીએમસી ચાર રસ્તાએ કોઇ દુર્ઘટનાઓ બને તે પહેલા સર્કલ બનાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.




