GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ નગરમાં નજીવા વરસાદે નગરના રોડના ખાડા દેખાયા,વાહન ચાલકો ખાડાની મૂશ્કેલીઓ નો સામનો કરવા મજબૂર.!!

 

તારીખ ૧૬/૦૬/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં આવેલ બસ સ્ટેશન અને મુખ્ય માર્ગોના રોડ ઉપર પ્રથમ હળવા વરસાદ ઠેર ઠેર રોડ ઉપર મોટા મસ્ત ખાડા પાડી દીધા હતા જેના કારણે આ ખાડાઓમાં પાણી ભરાયા હતા કાલોલ નગરના વાહન ચાલકો અને રાહદારીઓને આ ખાડાની મુશ્કેલીઓ નો સામનો કરવા મજબૂર કર્યા હતા ખાડાઓ પડી જતા વાહન ચાલકો અને રાહદારી અટવાયા હતા આ ખાડાઓને કારણે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય પણ ઊભું થયું હતું નજીવા વરસાદે જ નગરપાલિકા પાસે આવેલ ગટરના પાણી ઉપરાયા હતા જેના કારણે આજુબાજુ રહીશો દ્વારા નગરપાલિકા સામે ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો આજુબાજુ ના રહીશો ને અવરજવરમાં પણ મુશ્કેલી પડી રહી છે નાના બાળકો જે ગટરો ખુલ્લી રાખી મૂકી રાખી છે જેનું કામ ગોકળગતીએ થાય છે તેમાં બાળકો વાહન ચાલકો અકસ્માતના ભોગ બની રહ્યા છે જેથી નગરજનોની માંગ છે કે આ ગટરોની કામગીરીનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે વર્ષાઋતુનું આગમન થઈ ચૂકી છે ત્યારે હવે ગમે ત્યારે ધોધમાર વરસાદ આવશે તો ગટરના પાણી ઉપર નગરમાં ઉભરાવાની શક્યતા છે જેના કારણે રહીશો દ્વારા પણ વારંવાર ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કામનો કોઈ નિકાલ આવતો નથી જેના કારણે નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો છે.

Back to top button
error: Content is protected !!