કાલોલ નીલકંઠ કોલેજમાં બી એ સેમ ૬ ની પરીક્ષા આપતો ડમી પરીક્ષાર્થી ઝડપાયો.

તારીખ ૨૧/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલની નીલકંઠ કોલેજમાં આજ રોજ યુનિવર્સિટી ની બીએ સેમ ૬, બીએસડબલ્યુ ૬, બીઆરએસ ૬, એમએસડબલ્યુ ૪, ની પરીક્ષાઓ સવારે ૧૦ થી ૧૨ ના સમયગાળા દરમિયાન ચાલી રહી છે ત્યારે બીએ સેમ ૬ ના અભીજ્ઞાન સાકુંતલમ વિષય ના પેપર માં બ્લોક નંબર ૪ માં કુલ ૨૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા ત્યારે સ્થળ સંચાલક દેવેન્દ્રસિંહ ને બીજા નંબર ની પાટલી પર બેસેલ પરીક્ષાર્થી અને રિસિપ્ટ ના ફોટા માં શંકા જતાતેનું નામ પૂછતા રાહુલ કુમાર વિજયસિંહ ચૌહાણ કાનપુર તાલુકો ઘોઘંબા નું હોવાનું જણાવેલ જ્યારે પરીક્ષાથી ની રીસીપ્ટ ઉપર રાજેશભાઈ કડવાભાઈ ડામોર ખાનપુરના મુવાડા તાલુકો ફતેપુરા જિલ્લો દાહોદ હોવાનું જણાયેલું વધુમાં જાણવા મળેલ કે રાજેશભાઈ કડવાભાઈ ડામોર સુરત ખાતે બીજી કોઈ પરીક્ષા આપવા ગયો છે અને તેની જગ્યાએ પોતે મિત્ર હોવાથી પરીક્ષા આપવા આવેલો છે.કાલોલ તાલુકાના બેઢીયા ગામે નવા ધરા ફળિયામાં રહેતા અને નીલકંઠ કોલેજમાં ઈ પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા દેવેન્દ્રસિંહ રણછોડભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે યુનિવર્સિટી નિરીક્ષકને જાણ કરી યુનિવર્સિટી ની સૂચના મુજબ કાયદેસર કાર્યવાહી કરવાનું જણાવતા તાલોલ પોલીસ મથકે ડમી પરીક્ષા આપનાર રાહુલકુમાર વિજયસિંહ ચૌહાણ તથા મૂળ પરીક્ષાર્થી રાજેશભાઈ કડવાભાઈ ડામોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.







