તલોદમાંથી ડુપ્લિકેટ ચલણી નોટોનું છાપખાનું ઝડપાતા ખળભળાટ
એસ.ઓ.જી એ આરોપી પિતા,પુત્રને બનાવટી ચલણી નોટો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા
સાબરકાંઠા જીલ્લાના તલોદ શહેરમાં આવેલ કબીર ટેકરી વિસ્તારમાંથી એસ.ઓ.જી પોલીસે બનાવટી નોટો છાપવાનું કૌભાંડ ઝડપી લઈ પિતા પુત્રની અટકાયત કરી રૂપિયા ૨૦૦ ના દરની ૨૧૦ નોટ ઝડપી પાડી ૪૨૦૦૦ ની બનાવટી ચલણી નોટો સહિત છાપવા માટે વપરાતી સામગ્રી કબજે લઈ કુલ રૂપિયા ૧,૦૨,૨૨૫ નો મુદામાલ ઝડપી પિતા પુત્ર સહિત અન્ય ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી પિતા,પુત્રની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી માહિતી મુજબ તલોદના કબીર ટેકરી વિસ્તારમાં રહેતા અજયસિંહ કેવલસિંહ રાજપૂત અને તેનો પુત્ર કુલદીપસિંહ અજયસિંહ રાજપૂત પોતાના ઘરે જ બનાવટી ચલણી નોટો છાપવાની કામગીરી કરી અન્ય ચાર લોકો સાથે મળી બજારમાં ખરી નોટો તરીકે ઉપયોગ કરી સેમ્પલ તરીકે ઉપયોગ કરતા હોવાની બાતમીના આધારે જિલ્લા એસ.ઑ.જી પી.આઈ સાકરિયા દ્વારા આરોપી અજય રાજપૂતના ઘેર રેડ કરી રૂપિયા ૨૦૦ ના દરની ૨૧૦ નોટ ઝડપી પાડી નોટ છાપવા માટે વપરાતા પ્રિન્ટર,લેપટોપ અને નોટો પ્રિન્ટ કરવા માટે વપરાતા સીલબંધ કાગળ પાઉચ નંગ-૩ અને કટર તથા મોબાઈલ ૨ મળી કુલ ૧,૦૨,૨૨૫ નો મુદામાલ ઝડપી આ ગોરખ ધંધામાં સંડોવાયેલ કુલદીપ સિંહ અજયસિંહ રાજપૂત,અજય સિંહ કેવલસિંહ રાજપૂત બંને રહે. કબીર ટેકરી,તલોદ,જીગરસિંહ દલપતસિંહ ચૌહાણ રહે.ગોરા તા. તલોદ,હાર્દિકસિંહ શરદસિંહ ચૌહાણ રહે.નાના ચિલોડા,હર્ષ કુમુદ ચંદ્ર વ્યાસ, રહે.તલોદ,હર્ષ યોગેશ ઉપાધ્યાય રહે.હાલિસા વિરુદ્ધ ગુનો નોંધી એસ.ઓ.જી પી.એસ ચૌધરી એ વધુ તપાસ હાથ ધરી અન્ય ચાર આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે
મેહુલ.પટેલ સાબરકાંઠા