સુરેન્દ્રનગર જિલ્લામાં દુર્ગા રાત્રિ 2025 સંસ્કૃતિનો ઉત્સવ, ભક્તિનો મહોત્સવ
તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નવરાત્રી એટલે માત્ર તાળ, મૃદંગ પર રમાતો ગરબો નહિ, પરંતુ ભારતની અખંડ સંસ્કૃતિનો જીવંત પ્રતિક. પરંપરા, ભક્તિ અને ઉમંગથી ભરપૂર આવા પાવન પર્વે જૈન સોશ્યલ ગ્રૂપ સુરેન્દ્રનગર સિલ્વર પરિવાર દ્વારા દુર્ગા રાત્રિ 2025 નું ભવ્ય આયોજન પ્રેરણારૂપે કરવામાં આવ્યું હતું આ આયોજનમાં દરેક ખેલૈયાઓએ માતા દુર્ગાની ભક્તિમાં ઓતપ્રોત થઈ પરંપરાગત વેશભૂષામાં સંગીતના સ્વરો સાથે અદભૂત ઉલ્લાસ પૂર્વક ગરબે રમ્યા હતા માં દુર્ગાની આરાધનાથી ભરપૂર આ કાર્યક્રમમાં આધ્યાત્મિકતા અને લોક સંસ્કૃતિના રંગો એક સાથે ઝળહળ્યા હતાં આ સાથે જ સુંદર સજાવટ, સેલ્ફી પોઈન્ટ તથા યાદગાર ક્ષણોને કેદ કરતું પ્રોફેશનલ ફોટોગ્રાફી જેવા વિશેષ આકર્ષણોએ સમગ્ર કાર્યક્રમને વિશિષ્ટ ઊંચાઈ આપી હતી આ રીતે દુર્ગા રાત્રિ 2025 માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહિ પરંતુ ભક્તિ, પરંપરા અને સંસ્કૃતિને જોડતો મહોત્સવ બની રહ્યો હતો જે સૌના હૃદયમાં અનંત યાદો છોડી ગયો હતો.