અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : રમઝટ નવરાત્રિ મહોત્સવ દરમિયાન અચાનક એક ખેલૈયાને ખેંચ આવતા અફરાતફરી,પોલીસની સરાહનીય કામગીરી :- Entry અને Exit નો એકજ રસ્તો
મોડાસામાં ચાલી રહેલી રમઝટ નવરાત્રિ મહોત્સવ દરમિયાન અચાનક એક ખેલૈયાને ખેંચ આવતા અફરાતફરી મચી ગઈ હતી. ખેલૈયાની તબિયત બગડતાં તાત્કાલિક સારવારની જરૂર હતી. આ દરમિયાન હાજર રહેલી અરવલ્લી પોલીસે માનવતા દાખવી ખેલૈયાની પરિસ્થિતિને પ્રાથમિકતા આપતાં પોતાના સરકારી વાહનમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો. પરિણામે ખેલૈયાને સમયસર સારવાર મળી શકી હતી.પોલીસની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે. ખેલૈયાને મદદરૂપ થવા માટે સામાન્ય રીતે ઘણીવાર સમય બગડે છે, પરંતુ પોલીસે ઘટનાને ગંભીરતાથી સમજી જીવદાયી પગલું ભર્યું હતું.પરંતુ, આ ઘટનાએ એક મોટો પ્રશ્નચિન્હ પણ ઊભો કર્યો છે. કાર્યક્રમ સ્થળે પ્રવેશ (Entry) અને બહાર નીકળવા (Exit) માટે માત્ર એક જ રસ્તો હોવાથી ઇમરજન્સી પરિસ્થિતિમાં ભારે મુશ્કેલી ઉભી થઇ શકે છે જેનું મુખ્ય કારણ મસમોટી ભીડ ઇમરજન્સી એકઝીટ ન હોવાના કારણે ભીડ નિયંત્રણ અને સલામતી વ્યવસ્થાને લઈ લોકોમાં ચિંતા વ્યકત થઈ હતી સ્થાનિક નાગરિકો ની માંગ છે કે આવાં જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા દ્રષ્ટિએ પૂરતી ઇમરજન્સી વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.