ABADASAGUJARATKUTCH

નલિયા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા, વૃક્ષારો૫ણ, વાનગી નિર્દેશન, મેડીકલ હેલ્થ ચેકઅપ તથા ખાતમુહૂર્ત સહિતના કાર્યક્રમો યોજાયા.

સરકારની વિવિઘ યોજનાઓના લાભાર્થીઓને કીટનું વિતરણ કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

અબડાસા,તા૦૯ ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરેલી વિકાસગાથાને જન જન સુધી ઉજાગર કરવાં સમગ્ર રાજ્યમાં તા. ૭ ઓક્ટોબર‌ થી તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આજરોજ અબડાસા તાલુકામાં વિકાસ રથના માધ્યમથી નલિયા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની અગત્યની યોજનાઓનો પ્રચાર-પ્રસાર,સ્વચ્છતાના કાર્યક્રમો, ફિલ્મ નિર્દેશન, લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો, વૃક્ષારો૫ણ, વાનગી નિર્દેશન, મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે સરકાર ની વિવિધ યોજનાઓના લાભ આ૫વા લાભાર્થીઓને સ્થળ ૫ર જ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અબડાસા પ્રાંત અધિકારી અને સબ ડીવિઝનલ મેજિસ્ટ્રેટ સી.એમ.પ્રજા૫તિ, તાલુકા પંચાયત પ્રમુખ મહાવિરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પુરુષોત્તમ મારવાડા, નલિયા ગ્રામ પંચાયતના સરપંચ રામજીભાઇ કોલી સહિતના પદાધિકારી ઓ ઉ૫સ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે નલિયા ખાતે વર્ષ:-૨૦૨૫/૨૬માં વિવિધ યોજનાઓમાં કુલ રૂા.૨૫૭૦૦૦૦/-ની રકમના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!