નરેશપરમાર, કરજણ –
વડોદરા પોર ફાજલપુર સ્થિત દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી
વડોદરાના પોર ફાજલપુર સ્થિત દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી
વડોદરાના ફાજલપુર સ્થિત દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભુકી ઉઠતા અફરાતફરી સાથે ભારે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં કોઇ અગમ્ય કારણોસર ભીષણ આગ ભભુકી ઉઠી હતી.આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર કર્મીઓએ આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. લાગેલી ભીષણ આગમાં કેટલું નુક્સાન થયું તે જાણવા મળ્યું નથી સાથે સાથે દુર્ગા બેન્ડ કેમ કંપનીમાં પણ કેટલું નુક્સાન થયું તે માહિતી પ્રાપ્ત થઇ શકી નથી. આગની જાણ થતા ઘટના સ્થળે લોકટોળા એકત્ર થયા હતા…