સુરેન્દ્રનગર ખાતે લોક અદાલતમાં રૂ.9.63 લાખના ઈ ચલણ દંડ વસૂલાયા, 1312 વાહન માલીકોએ બાકી દંડ ભર્યો, પોલીસની સફળ કાર્યવાહી

તા.14/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમાર મુખ્ય મથક સુરેન્દ્રનગર નાઓના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર નેત્રમ પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ડી. એલ. ઝેઝરીયા સુરેન્દ્રનગર દ્વારા રાષ્ટ્રીય કાનુની સત્તા મંડળ, દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનુની સત્તા મંડળ અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનૂની સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા યોજવામાં આવતી લોક અદાલતમાં ભાગ લેવા સુચના થયેલ હોય જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ટ્રાફીક નિયમના ભંગ બદલ ઇસ્યુ કરેલ ઇ-ચલણનાં બાકી દંડ અંગે વાહનચાલકો વિરુધ્ધ પ્રી-લીટીગેશન લોક અદાલતનું આયોજન તા.૧૩/૧૨/૨૦૨૫ ના રોજ સુરેન્દ્રનગર જીલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતું જે અનુસંધાને કોર્ટ દ્વારા કોર્ટ નોટીસ કાઢી વાહન માલીકને સરનામાં પર તેમજ મેસેજથી મોકલી આપવામાં આવેલ હતી જે અન્વયે કુલ ૧૩૧૨ વાહન માલીકો દ્વારા રૂ.૯,૬૩,૦૦૦ ના ઇ-ચલણ દંડના નાંણા રીકવર કરવામાં આવ્યા હતાં.



