અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ :મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવવામાં આવતી માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ ની માંગ વધી
હિંદુ ધર્મમાં તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે.. ગણેશ ચતુર્થીના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરી દીધું છે,, પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી નથી શકતી, તેથી માટી માંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓની માંગ વધી છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં માટીકામ કરતા પ્રજાપતિ સમાજના મૂર્તિકારો ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવે છે. આ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે કાળી અને સફેદ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. બન્નેનું મિશ્રણ કર્યા બાદ માટીને ગણેશજીનો આકાર આપી અલગ અલગ પ્રકારની ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવે છે. મૂર્તિ સુકાઈ ગયા બાદ તેના પર કલરકામ કરવામાં આ કલરની ખાસિયત એ હોય છે આ કલર પાણીમાં ઓગળી જાય છે અને પાણીમાં રહેલા જળચર પ્રાણીઓને નુકશાન નથી થતું.આ મૂર્તિઓ કલર કર્યા બાદ તેને શણગાર વડે સજાવવામાં આવે છે. મૂર્તિકારો 6 ઈંચ થી લઈ ચાર ફૂટ સુધીની મૂર્તિઓ તૈયાર કરે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનાવેલી મૂર્તિઓ પર્યાવરણ ને નુકશાન પહોચાડે છે ત્યારે, ભક્તો પર્યાવરણને નુકસાન ન પોંહચાડે તે માટે હવે ઈકોફ્રેન્ડલી ગણેશ મૂર્તિ માંગ વધી