દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી પ્રસંગ પાર્ટી પ્લોટ જૂના ઈન્દોર રોડ ખાતે કરાઈ

તા. ૦૯. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ આદિવાસી દિવસ ની ઉજવણી પ્રસંગ પાર્ટી પ્લોટ જૂના ઈન્દોર રોડ ખાતે કરાઈ
દાહોદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ પ્રસંગ પાર્ટી પ્લોટ -૨, જુના ઇન્દોર હાઇવે દાહોદ ખાતે માન. મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ના અધ્યક્ષ સ્થાને વિશ્વ આદીવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં આરોગ્ય વિભાગની યોજના આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન યોજના અંતર્ગત લાભાર્થીઓને PMJAY કાર્ડનું વિતરણ માન.કેબીનેટ મંત્રી કુંવરજી બાવળિયા ના હસ્તે વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ ગોપી દેસાઈ , જીલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે, જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ સહિતના અધિકારીઓ અને કમૅચારીઓ અને મોટી જન સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા





