AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEDHROLGANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

બાળકોના મગજના વિકાસની દિશામાં જહેમત

2 એપ્રિલ “વિશ્વ ઓટિઝમ દિવસ” નિમિતે જી જી સરકારી હોસ્પિટલ ખાતે DEIC (ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેનસન સેન્ટર) અને ભારત વિકાસ પરિષદ જામનગર ના સંયુક્ત ઉપક્રમે DEIC માં આવતા ઓટિઝમ દિવસ ની ઉજવણી મેડિકલ કોલેજ ના લેક્ચર હોલ માં થઈ હતી

જેમાં આ ખામીની સારવાર લઈ રહેલા બાળકો એ તેમના માર્ગદર્શન કરતા થેરાપિસ્ટ સાથે અવનવી રમતો રમ્યા હતા . સરકારી ફિઝિયોથેરાપી કોલેજ ના વિધાર્થીઓ દ્વારા તેમના લેક્ચરર ડો કરિશ્મા જગદ ના માર્ગદર્શન થી ઓટિઝમ જાગૃતિ લાવવા એક નાટક રાજુ કર્યુ હતું.
કાર્યક્રમ માં બાળરોગ વિભાગ માંથી ડો ભદ્રેશ વ્યાસ.સેન્ટર ના નોડલ ઓફિસર ડો સોનલબેન શાહ,ડો નમ્રતા બેન પરમાર.ડો હેમાંગીની બેન નવજાત શિશુ વિભાગ ના મદદનીશ પ્રાધ્યાપક ડો મૌલિક શાહ નર્સિંગ અધિક્ષક દીપિકા ગામીત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ડો સોનલબેન શાહ દ્વારા વાલીઓ ને ઓટિઝમ ની સારવાર અને ધ્યાન શું રાખવું તેની સરળ ભાષામાં સમજાવ્યું હતું.
ભારત વિકાસ પરિષદ જામનગર શાખા દ્વારા દરેક બાળકો ને એક સેન્સરી રમકડા ની કીટ અર્પણ કરવામાં આવી હતી.અંતે સર્વ બાળકો દ્વારા એક કેક નું કટીંગ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડો યશેષ વ્યાસ અને માલા બહેન એ કર્યું હતું.
ભારત વિકાસ પરિષદ તરફથી મુખ્ય દાતા શ્રી ઉમેશ હાપલીયા,મંત્રી શ્રી લક્ષેશ વાયડા, સભ્યો શ્રી અનિલ ડાંગરિયા,સુરેશ કરડાની,મંદાકિની ગોસ્વામી,વિનોદ ભાઈ પુરોહિત,ધર્મેન્દ્ર ભાઈ રાવલ અને પ્રાંત અધિકારી શ્રી ડાહ્યાભાઈ સોનગરા હાજર રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!