GUJARATHALOLPANCHMAHAL

હાલોલ શહેરમાં ઇદે ગૌસીયાની ઉજવણી નિમિતે શહેરમાં નીકળ્યુ ભવ્ય ઝુલુસ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૪.૧૦.૨૦૨૫

હાલોલ શહેરમાં ઇદે ગૌસીયાની ભવ્ય ઉજવણી આજે શનિવારના રોજ કરવામાં આવી હતી.જેમાં આ ઉજવણી બગદાદ વાળા પીર હઝરત શેખ સૈયદ અબ્દુલ કાદીર જિલાની(ર.અ.)નાં પવિત્ર પર્વ જશ્ને ઇદે ગૌસીયા એટલે કે ગ્યારવી શરીફના મુબારક દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ હાલોલ શહેરમાં ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું. છેલ્લા ઘણા દિવસોથી આ ઉજવણીને લઇને નગરમાં ઠેર ઠેર તડામાર તૈયારીઓ ચાલી રહી હતી જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોશની નો શણગાર પણ કરવામાં આવ્યો હતો.જે અંતર્ગત હાલોલના કસ્બા હુસેની ચોક ખાતેથી આજે શનિવારના રોજ બપોરે 4 કલાકે ઇદે ગૌસીયાનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હજરત બાદશાહ બાબાની દરગાહ,પાવાગઢ રોડ પર થઇ પરત હુસેની ચોક કસ્બા ખાતે આવી પહોંચ્યું હતું અને સલાતો સલામ બાદ દુવા કરવામાં આવી હતી અને ત્યારબાદ હુસેની ચોક કસ્બા ખાતે ગૌસીયા કમિટી દ્વારા આમ નિયાજ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકિદત મંદો ઉમટયા હતા.અને નિયાઝ નો લાભ લીધો હતો.જ્યારે આ ઉજવણી ને લઇ ઝુલુસમાં ઠેરઠેર પાણી,શરબત કોલ્ડ્રિંગ ની છબિલો લાગી હતી. આ ઝુલુસમાં નાના ભૂલકાઓ સહિત મોટા લોકો પણ અવનવા પોષાક માં જોવા મળ્યા હતા.

Back to top button
error: Content is protected !!