નરેશપરમાર.કરજણ-
આઠ માસ અગાઉ કરજણ ચોરીનો આરોપી બરઝર ગામેથી ઝડપાયો
વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લૉ સ્કોવોડ દ્વારા આરોપી ને મધ્યપ્રદેશ થી ઝડપી પાડવામાં આવ્યો
કરજણ મથકે છેલ્લા આઠ માસ અગાઉ થયેલી અમર કાર પ્રા.લી.ના વર્કશોપમાં થયેલી ₹3.15 લાખની ચોરીના ગુનામાં ફરાર આરોપીને વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવૉડની ટીમે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બરઝર ગામના માર્કેટ વિસ્તારમાંથી દબોચી લીધો છે. માહિતી મુજબ આરોપી અમરસીંગ ઉર્ફે અમરા સમના માવી (રહે. બામણીયા, તા. ભાભરા, જી. અલીરાજપુર, મ.પ્ર.)એ તેના સાથીઓ સાથે મળીને કરજણ નજીકના કંડારી ગામ પાસે આવેલ વર્કશોપમાંથી લોખંડની તિજોરી ચોરી કરી હતી. તે તિજોરી ખેતરમાં લઈ જઈ તોડી ₹3.15 લાખ રોકડ રકમની ચોરી અંજામ આપી હતી. આરોપી છેલ્લા આઠ મહિના થી નાસતો ફરતો હતો. વડોદરા ગ્રામ્ય પેરોલ-ફર્લો સ્કવૉડના પી.એસ.આઈ. એસ.જે. જતના નેતૃત્વ હેઠળની ટીમે માહિતીના આધારે મધ્યપ્રદેશ પહોંચી આરોપીને ઝડપી પાડયો અને કરજણ પોલીસને હવાલે કર્યો. પોલીસની સતર્ક કામગીરીથી કરજણ પોલીસને મોટી સફળતા મળી છે.