GUJARATKESHOD

૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના જુનાગઢ શહેરના વડીલોને “આયુષ્માન વય વંદના કાર્ડ” નો લાભ આપવામા આવેલ

૭૦ વર્ષ અને તેનાથી વધુ ઉંમરના જુનાગઢ શહેરના વડીલોને “આયુષ્માન વય વંદના કાર્ડ” નો લાભ આપવામા આવેલ

હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના” અંતર્ગત રૂ.૧૦ (દસ) લાખનો વાર્ષિક કૌટૂંબીક આરોગ્ય વીમો મેળવવાની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત “આયુષ્માન કાર્ડ” યોગ્યતા ધરાવતા નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના ઉંમર લાયક નાગરિકોને સરળતા થી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ ૭૦ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા વગર “આયુષ્માન કાર્ડ” આપવાનો અમલ શરુ કરવામાં આવેલ છે. આ કેટેગરીનું નામ “આયુષ્માન ભારત વાય વંદના યોજના” રાખવામાં આવેલ છે, જે અંતર્ગત ૭૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો માત્ર આધાર કાર્ડ વેરિફિકેશન કરવી આયુષ્માન કાર્ડ મેળવી શકે છે જે અંતર્ગત મનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેંદ્રભાઇ પટેલ દ્વારા રાજ્યમા તુરંત અમલ્વારી કરવાની કટીબધ્ધતા દાખવી અને તાત્કાલીક અમલવારી કરવાની સુચના આપેલ જે અન્વયે ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા ૭૦ વર્ષથી વધુ વયના વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ કઢાવવા માટેના કેમ્પનું રેડક્રોસ આઝાદચોક ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જુનાગઢ નગરજનો નો બહોળો પ્રતિસાદ જોવા મળેલ હતો., જેમાં 450 આયુષ્યમાન કાર્ડ તથા આધાર કાર્ડ સાથે મોબાઇલ લિંક તથા રેશનકાર્ડ ઇ-કે.વાય.સી તેમજ મતદારયાદી નામ સુધારણાના ઘણા લાભાર્થીઓએ લાભ લીધેલ હતો. આ કેમ્પમાં ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, નાયબ કમિશ્નરશ્રી એ.એસ. ઝાપડા, સીટી મામલતદાર ખિલન ત્રિવેદી  તથા મેલેરીયા અધિકારી હરસુખ રાદડિયા વગેરે ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા મહાનગરપાલિકાના અર્બન હેલ્થ સેન્ટર ના તમામ કર્મચારી તથા ઇંડિયન રેડક્રોસ દ્વારા  ભારે જહેમત ઉઠાવેલ હતી.

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!