GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ત્રણ જિલ્લા નિયંત્રિત બજાર મંડળના ચેરમેન તરીકે કાલોલના ડેરોલ સ્ટેશન એપીએમસીના ચેરમેન ધર્મેન્દ્રસિંહ ની વરણી

 

તારીખ ૧૦/૦૧/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ પંચમહાલ,દાહોદ,મહીસાગર ત્રણ જિલ્લામાં આવેલ ૧૯ એપીએમસી જિલ્લાનું એક સંગઠન બનાવવામાં આવેલ છે. આ સંગઠનમાં ત્રણે જિલ્લાના ચેરમેન અને વાઇસ ચેરમેન એક સ્થળ એકત્રિત થઈ ત્રણ જિલ્લાના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરતા હોય છે. ત્યારે આજરોજ ઝાલોદ ખાતે ત્રણ જિલ્લાની ૧૯ એપીએમસીએના ચેરમેન અને વોઇસ ચેરમેન તરીકે નિમણૂક કરવાની બેઠક યોજાય હતી. જેમ આ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ડેરોલસ્ટેશન ખાતેના એપીએમસી ના ચેરમેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ ને ત્રણ જિલ્લાના ચેરમેન અને મહીસાગર જિલ્લાના વીરપુર એપીએમસી ના ચેરમેન રજનીભાઈ પટેલ ને વોઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી. પંચમહાલ દાહોદ અને મહીસાગર એમ ત્રણ જિલ્લાનાં ૧૯ ચેરમેન,વાઇસ ચેરમેનએ વર્ણી કરવામાં આવેલા ત્રણ જિલ્લાના ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!